વહુએ વગોવ્યા મોટા ખોરડા - ભાગ - ૨

(28)
  • 7.6k
  • 1
  • 3.4k

ફટ! અવાજ આયો ને ગાડાનું પૈડુ સિંચાતા નાળિયેર ફાટ્યુ પણ જાણે હમીરભાનું હૃદય ફાટી ગયું. જાન ઉઘેલીને વેલની સાથે વેવાઇ અને વાલેસરીઓએ વિદાય લીધી અને દેવલના મહામહેનતે રોકાયેલા આંસુ પાછા વેલ સાથે વહેવા લાગ્યા. હમીરભા બધાને ખભે હાથ મૂકીને ભલામણ કરતા " આમ જુઓ બાપા! મારી જૂની વાતોને ભૂલી જજો. એનો ભોગ મારી દીકરીને ના બનાવતા" આમ હાથ જોડીને એક એક જાનૈયાને કે'તા જતા હતા.હમીરભાને આજીજી કરતા જોઇ સૌ જાનૈયા એકબીજા સામે લુચ્ચી નજરે જોઇ સામ-સામી આંખો મિંચકોરતા મનમાં ને મનમાં માથાભારે હમીરભાને ખોળા પાઘડી કરાવ્યાનું પોરસ કરતા હતા. એમાંના એક ઉતાવળા જણે તો કહી દીધુ. હમીરભા!,જ્યારે તમે મારતી