બાહુલ વિશે સાંભળી રાંશજ નવાઈ પામ્યો હતો. એણે નાલીન સામે જોયું ને બોલ્યો, તમે અંગરક્ષક બાહુલ વિશે વાત કરો છો? આટલા વર્ષો પછી કેમ?નાલીન: રાંશજ બાહુલનો દીકરો કંજ યામનમાં આવી ગયો છે. એની સાથે બીજા પાંચ લોકો પણ છે. ને આ લોકોએ યામનમાં રહી યામનના નિયમો સામે બાથ ભીડી છે. શુ તમે એને ઓળખો છો? એના વિશે કઈ જાણો છો?રાંશજ આ સાંભળી સ્તબ્ધ થઈ ગયો. એ વિચારમાં પડી ગયો. પછી બોલ્યો, હું બાહુલના પરિવારને જાણતો હતો. એનો એક દીકરો હતો એ પણ મને ખબર છે. પણ એ જીવિત છે કે નહિ એની મને કોઈ ખબર નથી. નાલીન ચિંતિત સ્વરે બોલ્યો, રાંશજ