તરસ પ્રેમની - ૩૪

(74)
  • 6.2k
  • 7
  • 2.1k

સવારે કૉલેજમાં મેહા નીચે ઉભી કૉલેજની અગાશીને જોઈ રહે છે. આટલા ઊપરથી હું નીચે પડીશ તો કલ્પના પણ નથી કરી શકતી કે મારી શું હાલત થશે. વિચારીને જ ડર લાગે છે તો કરવા જઈશ તો કદાચ હાર્ટએટેક થી જ મરી જઈશ. નહીં નહીં મારે મરવું નથી મારે રજત સાથે જીવવું છે. રજત:- "ઑ હેલો અહીં ઉભા ઉભા શું વિચારે છે?"મેહા:- "કંઈ નહીં બસ એમજ."રજત:- "કાલે ફોન કર્યો હતો."મેહા:- "હા પણ પછી મને લાગ્યું તું બિઝી હશે."રજત:- "ચાલ તો..."મેહા:- "ક્યાં?"રજત:- "તું ચાલ તો ખરી."રજત મેહાને એક ખાલી ક્લાસમાં લઈ આવે છે. મેહા:- "અહીં શું કરવા લઈ આવ્યો?"રજત:- "બોયફ્રેન્ડ પોતાની ગર્લફ્રેન્ડને શું