ક્લિનચીટ - 19

(31)
  • 2.7k
  • 3
  • 1.3k

પ્રકરણ- ઓગણીસમું/ ૧૯ડોકટર અવિનાશ, મિસિસ જોશી અને સંજના એ ખુબ જ પ્રેમથી સાંત્વના આપીને સ્વાતિને શાંત પડ્યા પછી આલોક બોલ્યો.. ‘સ્વાતિ પ્લીઝ, તું આવા શબ્દો બોલે છે તો મને મારી જાત પર ફિટકાર વરસાવવાનું મન થાય છે. હું તો આપ સૌ નો એટલો ઋણી છું કે ઋણમુક્ત થવા માટે મને આ ભવ ઓછો પડશે. અદિતીના શ્વાસ માટે હું મારા અંતિમ શ્વાસ સુધી અદિતીને તન મન અને ધનથી સંપૂર્ણ રીતે સમર્પિત છું. પણ સ્વાતિ તારું ઋણ તો હું કેમ કરીને અદા કરીશ ? અદિતી અને હું તો બન્ને એક ઈશ્વરીય સંકેતની સંજ્ઞાથી સ્નેહની પૂર્વભૂમિકા સાથે સંકળાઈ ને એકબીજાના સુખ દુઃખના સાક્ષી બન્યા પણ, સ્વાતિ