અંગારપથ. પ્રકરણ-60

(208)
  • 11.3k
  • 13
  • 5.2k

અંગારપથ. પ્રકરણ-૬૦. પ્રવીણ પીઠડીયા. પૂર્વ દિશામાં લાલી પ્રસરી. ઉગતો સુરજ આજે તેની સાથે ભયંકર આંધી લઈને આવી રહ્યો હતો. ગોવાનાં સાગરતટે હિલોળોતાં મોજા, સમુદ્ર ઉપરથી સૂસવાટાભેર વહેતો ઉષ્ણ-ઠંડો પવન, એ પવન સાથે ઉડતી કિનારાની ઝિણી ગિરદ, પવનનાં ફોર્સથી આમતેમ ડોલતાં વૃક્ષો, જેટ્ટી ઉપર દોરડા સાથે બંધાયેલી અને પાણીનાં ઉછાળે હાલક ડોલક થતી બોટો, નિતાંત એકાંત મઢયો સાગરકાંઠો… આ તમામ જાણે કોઈ ભયાનક જંગની રાહ જોઈ રહ્યાં હોય એમ એકતાન થઈને આવનારાં સમયની ભારે બેસબ્રીથી રાહ જોઈ રહ્યાં હતા. પરોઢનું પહેલું કિરણ ધરતી ઉપર પ્રસરતાં જ એ નાનકડી અમથી જેટ્ટી ઉપર હલચલ શરૂ થઇ. દૂર્જન રાયસંગાને આ ક્ષણનો જ