ગામડાની પ્રેમ કહાની - 6

(45)
  • 4.9k
  • 6
  • 2.6k

ગામડાની પ્રેમકહાની ધનજીભાઈએ આરવને રાણપુર બોલાવ્યો હતો. પણ ધનજીભાઈએ કારણ‌ જણાવ્યું નહોતું. એ વાતથી આરવના પપ્પા પરેશાન હતાં. ભાગ-૬ ધનજીભાઈ વહેલાં ઉઠીને ઘરની બહાર લટાર મારતાં હતાં. તેમની નજર રસ્તા પર આરવની કારને જ શોધતી હતી. સવારનાં છ વાગતાં જ ધનજીભાઈને આરવની કાર દેખાઈ. જાણે ધનજીભાઈને અંધારી ઓરડીમાં એક પ્રકાશપુંજ દેખાયું હોય, એમ એ ચમકી ગયાં. "અરે, અંકલ તમે અત્યારે બહાર કેમ ઉભાં છો??" આરવે આવીને ધનજીભાઈના ચરણ સ્પર્શ કર્યા. "તારી જ રાહ જોતો હતો." ધનજીભાઈ આરવને આશીર્વાદ આપીને હસવા લાગ્યાં. આરવ કારમાંથી પોતાનો સામાન કાઢીને ધનજીભાઈ સાથે ઘરમાં પ્રવેશ્યો. સુશિલાબેન ઉઠીને નીચે આવવાં માટે સીડીઓ ઉતરતા હતાં. ત્યાં જ