પ્રકરણ ૬ મહિલાઓ ની મીટીંગ પૂરા જોશ માં ચાલી રહી હતી. બધી જ ખુરશીઓ એક મોટાં ગોળ ચક્કરમા ગોઠવેલી હતી પરંતુ અત્યારે અસ્તવ્યસ્ત થઈ ગઈ હતી તેમાં વરચે બે ખુરશીઓ હતી. જેમાં સુમન બહેન તેની બાજુમાં દિવ્યા બહેન બેઠાં હતા. તે બે ખુરશીને ઘેરો કરીને બધા બેઠાં હતા જેથી અસ્તવ્યસ્ત હોવા છતાં ગોળ ચક્કર જેવું લાગી રહ્યું હતું. ત્યાં બેઠેલી બધીજ સ્ત્રીઓ વાતો કરી રહી હતી. કોઈ હાથ માં પહેરવાના કડા ની તો... કોઈક સાડી ની ચર્ચા કરી રહ્યું હતું એટલાં માં ચેતના બહેન બોલ્યાં