અનુજ અને વીરા કિનારા પર બેસીને આથમતો સૂર્ય જોઈ રહ્યા હતાં. સૂર્ય આથમી ગયાં બાદ એક કલાક જેટલો સમય પસાર થઈ ગયાં પછી અનુજ ઊભો થયો. એટલે વીરા પણ ઊભી થઈને અનુજની પાછળ ચાલવા લાગી. આ વખતે અનુજ ડ્રાઈવર સીટ પર બેઠો અને વીરા તેની બાજુમાં બેસી ગઈ. અનુજે પોતાની રિસ્ટ વોચમાં સમય જોયો પછી વીરા સામે જોઈને બોલ્યો, “આજે આપણે ઘણું મોડુ થઈ ગયું છે એટલે બધા કામ ઝડપથી કરવા પડશે. હું માર્કેટમાં જઈને જરૂરી સામાન લઈને આવું ત્યાં સુધી તું આપણા કપડાં પેક કરી દેજે.” વીરા કઈ કહ્યા વગર માથું હકારમાં નમાવ્યું. ********************રાજવર્ધન વીરા અને અનુજના ગયાં પછી મેઘનાની પાસે