પોખરા તરફ પ્રયાણ ~~~~~~ આજે સુસ્તીસભર આરામનો દિવસ હતો. આજે વહેલી સવારે ઉઠીને ક્યાંય ભાગવાનું નહોતું કારણ આજે બપોરે નેપાળની ધરતી પરના સ્વર્ગ પોખરા જવાનુ હતુ. "નમસ્તે નેપાળ"ના યુવાન માલીક "ધ્રુવા લામસેલ", જે હવે મારા મિત્ર બની ગયા હતા, સાથે પોખરાની હોટલમાં રોકાણ બાબતની ચર્ચા કરી. મિત્ર ધ્રુવાએ જણાવ્યું કે પોખરામાં એના સગા કાકાના દીકરાની હોટલ છે અને અમારે ત્યાં જઈને રહેવાનું છે. વળી "નમસ્તે નેપાળ"માં અમારા દસ દિવસના રોકાણના પૈસા અમે એડવાન્સમાં આપ્યા હોવાથી, પોખરામાં અમારે એ હોટલમાં કોઈ ચુકવણી કરવાની નહોતી. જે સગવડમાં એરપોર્ટથી લઈ જવાની તથા પરત ફરતી વખતે એરપોર્ટ પર મૂકી