સેતુ - કુદરત નો એક અદ્દભુત ચમત્કાર - 10

(16)
  • 3.2k
  • 1.3k

ભાગ - 10અમે અમારી બધી આપવીતી મારા પતિના, ડૉક્ટરમિત્રને જણાવી, પરંતું આગળ જણાવ્યું તેમ આ બાબતે તેઓ અમારી કોઈ મદદ કરી શકે તેમ ન હતાં. તેમજ તેમની પાસે અત્યારે એવો સમય પણ ન હતો. કેમકે અત્યારે તેમને, બાજુનીજ એક મોટી હોસ્પિટલમાં એક બીજી પ્રસૂતિ માટે જવાનું હતું. એ પ્રસૂતિ તેજ હોસ્પિટલનાડોક્ટર શાહના પત્નીની હતી અને આ ડૉક્ટર, ડોક્ટરશાહનાં જીગરી મિત્ર પણ હતા. જતા-જતાં ડોક્ટર અમને આ બાબતે ધીરજ અને શાંતિથી વિચારવાનું કહી, સાથે-સાથે હિંમત રાખવાનું અને પ્રભુ પર શ્રદ્ધા રાખવાનું કહી તેઓ મોટી હોસ્પિટલ જવા