માનવશંકર: "હું આત્મકથાકાર બનવા માંગુ છું!"સવાર-સવારમાં મોબાઈલ પર મારા મિત્ર માનવશંકર ઉર્ફે 'મા..ર' નો મેસેજ ફ્લેશ થયો.માનવશંકર: "અરે...બનવા શું, હું તો આત્મકથાકાર છું જ!"આટલુ વાંચતા-વાંચતા તો હું ડાઈનિંગ ટેબલની ખુરશી પરથી પડવાનો જ હતો.માનવશંકર: "બસ, હવે બધી આત્મકથા ફક્ત ટાઈપ કરવાની બાકી છે અને ૭૫ આત્મકથાઓ તો આમ ચપટી વગાડતા લખાઈ જશે. પછી તો આપણે ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ લખાવવાની તૈયારી કરવા લાગવાની જ !"આ ત્રીજો મેસેજ વાંચતાં જ મને થયું કે સવારમાં ઉઠતા જ ભાઈની ડાગળી ચસકી ગઈ લાગે છે. શ્રીમતીજીને "જરા પગ છુટ્ટો કરી આવું" કહી હું ઘરની બહાર, લૉન તરફ વળ્યો. મોબાઈલ પર ફરી પાછો મેસેજ