આજનો અસુર - 7 ભાગ-6 આપણે જોયું, અવિનાશ અને વિકાસ બન્ને શહેરમાં આવી ગયા છે અને હવે તેઓ કામ અને રહેવાનું શોધવાનો પ્રબંધ કરવામાં લાગી ગયા છે. અવિનાશ અને ભાસ્કર બંને એ જંગલમાં પાંચ વર્ષ વિતાવ્યા હોય છે, ત્યાં તેઓને જેમ શહેરમાં બાળકો ભણે છે એ રીતે તો પુસ્તક નું જ્ઞાન નથી મળ્યું હોતું, પરંતુ વાસ્તવિક જ્ઞાન તેઓને બહુ સારી રીતે આપવામાં આવ્યું છે. હા, સાધુઓ બાળકોને ઉઠાવી ગયા હતા તે સત્ય છે. પરંતુ તેઓ નો ઉદ્દેશ બાળકોને હાની પહોચાડવાનો ન હતો. તેઓ જાણતા હતા કે આગળ સમય બહુ કપરો આવવાનો છે અને ધીમે ધીમે સાધુ-સંતો