લાગણીની સુવાસ - 40

(46)
  • 5.6k
  • 1
  • 1.6k

રામજીભાઈ હજી આવ્યા ન હતા એટલે બધા એમની રાહ જોઇ તાપણુ કરી ગપાટા મારતા બેઠા હતાં.. મીરાં ગોદડા પાથરી રહી હતી...ત્યાં રામજી ભાઈ આવ્યા એટલે મીરાં તરત પાણી લઈ આવી..રામજીભાઈ ત્યાં જ બધા જોડે બેઠા... " પપ્પા પાણી.... તમે વાતો પછી કરજો પહેલા જમીલો... ગરમ પાણી તૈયાર છે... હાથપગ પણ ધોઈલો... પછી નિરાંતે વાતો કરજો.." મીરાં એ સૂચનાઓનો વરસાદ કર્યો.. " આ છોકરી તો માં છે, મારી ને આખા ઘરની દાદી...? બેટા હું જમીને આયો...પેલા પેથાભાઈ છે... મારા મિત્ર એ મળી ગયા... મને કે.. આજે તો જમીને