ગર્ભથી ગૃહ સુધી ભાગ - ૧

(23)
  • 2.8k
  • 912

અમદાવાદથી રાજકોટ નોકરીની શોધમાં ભટકીને સ્થાયી થવામાં મને જાજો સમય નહોતો થયો. અહીંયા આ ભાડાના મકાનમાં રહેવા આવતા પહેલા ૨ દિવસ હોટેલ માં રોકાવું પડ્યું અને ત્યાં તપાસ કરતાં ત્યાંથી મને એક નંબર મળ્યો. જે મકાન લે વેચનું કામ કરે છે. મે તેમની સાથે ફોન પર વાત કરી, ને તેમણે કહ્યું, એક મકાન છે જે ભાડે આપવાનું છે તમે કહો ત્યારે હું તમને જોવા લઈ જઈશ ત્યાં. બંનેને અનુકૂળ રહે તે રીતે અમે વાત કરી રવિવારે મકાન જોવાનો સમય નક્કી કર્યો... રવિવારે સવારે ફોન આવે છે કે, "હું