સુંદરી - પ્રકરણ ૪

(86)
  • 7.3k
  • 10
  • 5.5k

ચાર “સરે, ફ્રી લેક્ચર આપી દીધું છે, તો નીચે જઈને ગામ ગપાટાં મારીએ એના કરતા અહીં જ બેસીને આપણે એકબીજાને ઇન્ટ્રો આપીએ તો? હવે ત્રણ વર્ષ ભેગા જ ભણવાનું છે ને?” પેલી છોકરીએ આઈડિયા આપ્યો. “વાહ, વાહ... આ તો બહુ સરસ આઈડિયા છે. ત્રણ વર્ષ સાથે ભણવાનું પણ છે અને કોને ખબર આપણામાંથી ઘણા એકબીજાના જીવનભરના મિત્રો બની જઈએ? ચલો, તમારાથી જ શરુ કરીએ. ચલો બધા પોતપોતાની જગ્યાએ બેસી જઈએ.” વરુણને પેલી છોકરીનું નામ જાણવાની તીવ્ર ઈચ્છા થઇ રહી હતી એટલે તેની તરફ જોઇને તે બોલ્યો. બધા જ પોતપોતાની બેંચ પર બેસી ગયા પરંતુ ખાલી બેંચોની સંખ્યા ઘણી હતી