સીડાર આ વર્ષે ઇલેકશનમાં એબીવીપી ના પ્રેસિડેન્ટના પદ માટે ઉભો હતો. તો બીજી બાજુ વરુણ પણ પ્રેસિડેન્ટના પદ માટે સીડાર સામે મજબુત દાવેદાર હતો. એટલે એ બંને વચ્ચે અણબનાવ હોવો એક સ્વભાવિક વાત હતી.પરંતુ આ દુશ્મની જૂની હતી. વરુણે આગળના વર્ષે કોલેજના મેઈન ગેટ પાસે હોસ્ટેલના એક છોકરાનો શર્ટ ફાડી નાખ્યો હતો અને બહુ ખરાબ રીતે માર્યો હતો. તો આ વાતની જાણ સીડારને થઇ તો બધા હોસ્ટેલના છોકરાઓને સાથે લઈને ફોર્થ ઇયરના ક્લાસમાં જઈને બધાની સામે વરુણને પોતાની લિમીટ માં રહેવાની ધમકી આપી આવ્યો હતો. એ સમયે વરુણ સીડારનું કઈ ના કરી શક્યો કે ત્યાર પછી ના એનું કઈ બગાડી