ચાલો ઠીઠીયા કાઢીએ - જવાબદારીનાં ધાઢ જંગલમાં હાસ્યનું ઝરણું - 2

(12)
  • 4.5k
  • 2k

બહુ સમય પહેલા એકવાર અડવીતરાને નોકરી માટે એનાં મામાએ અમદાવાદ પોતાની પાસે બોલાવવાનું વિચાર્યું. મામા પણ ભાણાને જાણતા તો હતાજ, પણ એમને એમ કે નાના શહેરમાંથી મોટા શહેરમા આવશે એટલે અજાણ્યા લોકો સામે એ વધારે જાણ-પહેચાન નહીં હોવાથી સુધરી જશે, અને અહી કોઈ કામધંઘે લાગશે એટલે એને સમય પણ નહીં મળે. તેમજ જૂની જગ્યા અને જાણીતા લોકોથી દુર રહેશે એટલે આપોઆપ ઠેકાણે આવી જશે. મામાનું તારણ આમતો ખોટું ન હતુ. પણ એ વાત અલગ હતી કે અડવીતરાએ બીજાના મગજનાં "તાર ખેંચવામાં PHD" કરેલ. હવે જોઈએ મામાનું તારણ કેટલું કારગત નીવડે છે. મામાને એમ કે અહી આવી ઠેકાંણે પડી જશે પણ