સંબંધોની માયાજાળ_3 (( આગળના ભાગમાં જોયું કે ઈચ્છા ના હોવા છતાં પણ ભૂમિજાએ જૂનાગઢ આવવુ જ પડે છે. અથવા તો એમ કહો કે નિયતિને વશ થઈને એણે અહી આવવુ પડ્યું. હવે આગળ.???? )) કોઈ આંગળી છોડી દે છે!! ત્યારે ભગવાન કોઈ હાથ પકડનાર મોકલી જ દે છે.. ભૂમિજા એ જ દિવસે રાજકોટ પહોંચે છે. બે દિવસમાં એ ઘણી ખરી preparation પતાવી દે છે એન્યુઅલ મિટિંગની. પોતાનું કામ પતાવીને હોળીની આગલી સાંજે જ ભૂમિજા જૂનાગઢ પહોંચી જાય છે. કંપનીની કાર હોવા છતાં પણ એ ગુજરાત એસટીમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. બે કલાકની મુસાફરી હોવાથી ભૂમિજાએ પહેલેથી જ રિઝર્વેશન કરાવીને પોતાની મનગમતી