એય, સાંભળ ને..! - ભાગ 8 - ચાય ડેટ

  • 3.8k
  • 1.4k

ભાગ 8 : ચાય ડેટ ગયા ભાગમાં તમે માણી અમારી નાની એવી ચાય ડેટની શરૂઆત. સોરી, ડેટ નહોતી એ..! પણ શું થાય, સાલા આ "ડેટ" શબ્દ વાપરવામાં મજા આવે. "કોફી ડેટ" , "ચા ડેટ" આમ પેલું શુ કહેવાય, પેલા શરીરમાં ઝણઝણીયા બોલી જાય. અંગ્રેજીમાં એને કોઈક મસ્ત નામ આપ્યું છે. ઉમમમ...હા જુઓ, યાદ આવ્યું, "ગુઝબમ્પઝ" "મોનિશા બેટા, ગુઝબમ્પસ બોલો, ધીસ ઝણઝણાટિ ઇસ સો મિડલ કલાસ..!" હવે આગળ.. એ ડોલતો એવો હિંચકો, હાથમાં એ ચાનો કપ અને સાથે જ એકમેકની સામે દે હિંચકા સાથે જ ડોલતી નજરો. હા, સાથે જ વાત શુ કરવી એ બાબતની અસમંજસ તો બંનેના દિલ ઓ દિમાગમાં ચાલતી