#KNOWN - 27

(22)
  • 3.4k
  • 1
  • 1.1k

"માધવી આદિત્યને અહીંયા બોલાવીને તે ઠીક નથી કર્યું." આટલું બોલીને તરત અનન્યાએ પોતાનો હાથ માધવીના ગળા પાસે રાખીને જોરથી ભીંસવા લાગી. આદિત્યએ તરત માધવીને અનન્યાથી છોડાવી. આદિત્યએ જોયું કે અનન્યાની આંખોમાં એક અજીબ ચમક હતી. તેની આંખોનો સફેદ ભાગ લાલ થઇ ચૂક્યો હતો. તે પોતાના દાંતને ભીંસી રહી હતી. આદિત્યએ જોરથી અનન્યાને ધક્કો લગાવી દીધો. "અનુ શું કરે છે તું આ બધું??" અનન્યાના ગાલ પર તમાચો મારતાં આદિત્યએ કહ્યું. "આદિ તું મારી સાથે ચાલ અહીંથી..." અનન્યાએ રાડ પાડતા કહ્યું. આદિત્ય જવા માટે ના કહે છે. "આદિત્ય પ્લીઝ સમજ તું આને અહીંથી લઇ જા, નહીં તો એ મને મારી નાખશે." માધવીએ