યોગ-વિયોગ - 15

(300)
  • 27.5k
  • 9
  • 18.8k

યોગ-વિયોગ કાજલ ઓઝા વૈદ્ય પ્રકરણ -૧૫ બહાર નીકળીને પ્રિયાએ અભયનો નંબર ડાયલ કર્યો. અભયનો ફોન સ્વીચઓફ હતો ! પ્રિયા ઝનૂનથી નંબર ડાયલ કરતી જતી હતી અને દરેક વખતે સ્વીચઓફનો સંદેશો સાંભળીને એની અકળામણ એક ડિગ્રી વધતી જતી હતી... પ્રિયાની આંખોમાં આંસુ આવી ગયાં. એને ગઈ કાલે રાતનો અભયનો અવાજ યાદ આવી ગયો, ‘‘શેનું બાળક, કોનું બાળક ? ચૂપચાપ અબોર્શન કરાવી લે. આ ભૂલને બાળક કહીને કારણ વગરના ઇમોશન્સમાં ઘસડાઈશ નહીં અને મને પણ ઘસડવાનો પ્રયત્ન ના કરીશ...’’ પ્રિયા ક્યારેક અભયને સમજી નહોતી શકતી. ક્યારેક તો અભય એવો વહી જતો કે પ્રિયાને લાગતું કે એ પ્રિયા વિના જીવી નહી શકે. તો