પરિણામ

(35)
  • 3.2k
  • 1
  • 868

રોજ જેમ સવાર થાય છે તેમ આજે પણ સવાર થઈ.પણ આજની સવાર કંઈક જુદી હતી. આજની સવાર કંઈક ખાસ હતી. આજે કાજલનું લાસ્ટ યર નું રીઝલ્ટ આવવાનું હતું. સવારે હજી પથારીમાં જ હતી ત્યાં તો મમ્મીનો અવાજ કાને સંભળાયો,'ઊઠો હવે, કેટલા વાગ્યા સુધી પથારીમાં પડ્યા રહેવાનું?' કાજલ ફટ દઇને પથારીમાંથી ઊભી થઈ ને બ્રશ કરવા લાગી ,ચા-નાશ્તો પતાવી,બાથરૂમમાં જઈ ફટાફટ નાહીને બહાર આવી. અરીસાની સામે ઊભા રહી તૈયાર થતી હતી ત્યાં તો ફરી મમ્મીનો અવાજ કાને ગૂંજયો,'ભગવાનને પગે લાગીને કોલેજ જવાનું છે.' ભગવાન સામે માથું નમાવી પ્રાર્થના કરવા લાગી કે ભગવાન પ્લીઝ સારા માર્કે