આજે થોડો અટપટો પણ મજાનો વિષય લઈને આવ્યો છું...થોડા સહેલા લાગતા કામ ઉપર આજે વાત કરવી છે.“ આત્મનિર્ભર ”શું આપ આપના બાળકોને બનાવો છો? આજના સમયની માંગ છે કે આપણે સૌ આત્મનિર્ભર બનીએ પણ શું આપણે આપણા બાળકોને આત્મનિર્ભર થતા શીખવ્યું છે ? હાલનું આધુનિક યુગનું બાળક અને આપણી આધુનિક યુવા પેઢી આજે પરાવલંબી વિચારશ્રેણી ધરાવે છે. જે હમેશા બીજા અન્ય લોકો ઉપર આધાર રાખતી થઈ ગઈ છે.તેને આત્મનિર્ભર બનાવવા માટે માતા – પિતા એ જ આગળ આવવું પડશે જે માટે જો માતાપિતા ને વડીલો એને