રાજનીતિ કે જે કે કઈ ઘટના બને છે એ તે સમયે મારી સમજ બહાર હતી. મને ત્યારે ક્રિકેટનો ખુબ શોખ હતો. 6 ધોરણ થી બોલિંગ શીખી ચુક્યો હતો. પપ્પા એ પણ મને બેટ લઈ આપ્યું હતું. ઘરે ભણવા બાબત પર પણ એટલું જ ધ્યાન આપવામાં આવ્યું હતું. રોજ કાકા અંગ્રેજીના સ્પેલિંગ આપતા અને રાતે એ સ્પેલિંગ મારે બોલવાના હોઈ. ઘણીવાર ન કર્યા હોય તો માર પણ એવો પડતો. ઘરના લોકોનો માર ખાવાથી જ આ શરીર મજબૂત થઈ ગયું છે(હા.. હા.. હા..). ભણવા કરતા મારુ ધ્યાન બાહર રખડવામાં અને ક્રિકેટમાં જ રહેતું હતું.