અધૂરી વાર્તા - 4

(15)
  • 3.6k
  • 1.1k

4.તે ઉઠી ત્યારે દસેક વાગ્યા હશે. દિવસ ચડી આવ્યો હતો. રાત્રે બનેલી ઘટના તેને યાદ આવી. કોણ હતી એ સ્ત્રી ? અને મને કેવી રીતે ઓળખતી હતી ?! એણે મારું નામ પણ લીધું હતું ! સારું થયું હું હાથ છોડાવીને ભાગી આવી. હું ભાગી ત્યારે પાછળથી તેણી કંઈક બોલી હતી ! શું બોલી હતી ? હા, તારી વાર્તા અધુરી જ રહેશે. એને કેવી રીતે ખબર કે હું અહીં વાર્તા માટે આવી છું ?!‘ઉઠી ગઈ બેટા ?’ વૃદ્ધે તેના વિચારોમાં ખલેલ પાડી.‘હા, દાદા.’ તેણે વિચાર્યું: રાતે જે ઘટના બની તે દાદાને કહેવી જોઈએ કે કેમ ? કહીશ તો દાદા વળી પૂછશે,