જલેક્રાંતિ - 3 - સમાપન

  • 2.5k
  • 890

ગામના લોકોની નિ:સ્પૃહતા અને નિષ્ક્રિયતાથી વિહવળ થઇ ઊઠેલા ઈકબાલ માસ્તર ક્રાંતિ કરવાને મથતા હતા પોતાના હાથમાં બળ નહોતું અને આંખો એ દગો દીધો હતો એટલે પોતે કંઈક કરે તેવી સ્થિતિમાં તો હતા નહીં પણ આ ક્રાંતિ નો મૂળ હેતુ તો પ્રજાનું કલ્યાણ થાય અને એ માટે સરપંચની સામે બળવો થાય તેના પડઘા રાજ્યના મુખ્યમંત્રી સુધી પહોંચે તો જ નિવારણ થાય કારણ કે બાકીના બધા લોકો આ સરપંચની તરફેણમાં હતા પણ ઓ માટે આ વિચારો આંધળો માસ્તર કરે શું?પણ તેની પાસે સૌથી મોટી મિલકત હતી તેની દીકરીની આખરી ઈચ્છા પૂર્ણ કરવાનું 'ઝનૂન'. "સહુ ચાલો જીતવા જંગ બ્યુગલો વાગે, યા હોમ કરીને પડો ફતેહ