અમર યાદો

  • 2.7k
  • 854

અમર યાદો જય શ્રી કૃષ્ણ, આજે મે તેમને જોઈ. વર્ષો થઈ ગયા પરંતુ તેમને ભુલી શક્યો નથી કારણ કે તેમનો ચહેરો દિલ અને દિમાગમાં ઘર કરી ગયો હતો. નાનકડા હતા ત્યારે કઈજ ખબર ન પડી પરંતુ આજે જ્યારે ખબર પડે છે તો સમય હાથમાંથી નીકળી ગયો. જ્યારે તેમની સાથે રમવાનો અને મજાક મસ્તી કરવાનો સમય હતો ત્યારે તેમની સાથે ઝગડો કર્યો. વર્ષો પછી હુ એટલે સાગર મારા ગામડે આવ્યો હતો. તે પણ ત્યાં જ હતી પરંતુ મને અને તેમને કઈ ખબર નથી. જુનવાણી ઘરનો જુનવાણી ડેલો ખોલ્યો તો તે મમ્મીની સાથે વાતો કરતી હતી.