વરસાદી સાંજ - ભાગ-5

  • 4.1k
  • 1
  • 2.4k

"વરસાદી સાંજ " ભાગ-5 અને ખરેખર એવું જ હતું, મમ્મીએ પણ પૂછ્યું કે, હમણાં તું ઇન્ડિયા આવવાની 'ના' પાડતો હતો ને એકદમ કંઇ કામ આવી ગયું અહીંની ઓફિસમાં તો તાત્કાલિક ટિકિટ કરાવીને આવી ગયો. મમ્મીને તો "હા" જવાબ આપી દીધો પણ પોતાની જાતને શું જવાબ આપવો..?? પછી તો રોજ મિતાંશ સમયસર અથવા તો સમય કરતાં થોડો વહેલો ઓફિસ આવવા લાગ્યો. મમ્મી-પપ્પા બંને વિચારમાં પડી ગયા હતા. કારણ કે દર વખતે ઇન્ડિયા આવે ત્યારે લેઇટ જ ઉઠતો અને લેઇટ જ તૈયાર થઈને ઓફિસ જતો, કોઈ વાર ઓફિસ ના પણ જતો. ફ્રેન્ડસ જોડે આઉટીંગ કરવા, ક્લબમાં ને મૂવી જોવા ને એમ જતો