હું જેસંગ દેસાઈ.. - ભાગ ૯

  • 3.2k
  • 1k

ભાગ-9 એ ઔડા વિસ્તારની રૂમમાં હું એકલો સુતા સુતા વિચારોના ચકરાવે ચડ્યો હતો. ભલે મારો નવો મિત્ર વિપુલ દેસાઇ મારી સાથે હતો પણ ક્યાંક મને મારા જુના મિત્રો અન્ના અને હિતેશની ખોટ વરતાતી હતી. દરેકને પોતાના ભુતકાળ પ્રત્યે એક અલગ જ લગાવ હોય છે, એ ભુતકાળ ચાહે મિત્રતાની યાદોનો હોય કે પછી માણસ જે ક્ષણોને મનભરીને જીવ્યો હોય તેવી સોનેરી ઘડીઓનો હોય પણ યાદ આવ્યા વગર રહેતો નથી.આમ તો અન્ના અને હિતેષથી છુટ્ટા પડ્યે મને ઘણા મહિનાઓ થઇ ગયા હતા. પણ અમદાવાદના મારા કરકસરીયા જીવનમાં એ બંન્નેના સાથ અને સહયોગ હતા એટલે સ્વાભાવિક જ મને