અજનબી હમસફર - ૧૭

(27)
  • 3.6k
  • 2
  • 1.3k

રૂમની અંદરનું દ્રશ્ય જોઈને દિયાના ચહેરા પર ગભરાહટની રેખાઓ ઉપસી ગઈ. બેડ પર બ્લેન્કેટ ઓઢી રાકેશ ધ્રૂજતો હતો. તેનો ફક્ત અડધો ચેહરો દેખાતો હતો. દિયા દોડીને તેની પાસે ગઈ અને તેના માથા પર હાથ મૂક્યો તો તે તાવથી તપતો હતો . દિયાએ પોતાનો મોબાઇલ કાઢી સમીરને ફોન કર્યો અને જલ્દીથી ગાડી લઈને રાકેશના ઘરે આવવા કહ્યું. થોડીવારમાં સમીર ત્યાં ગાડી લઈને પહોંચ્યો . બંનેએ મળીને રાકેશને ગાડીમાં બેસાડ્યો અને દવાખાને લઈ ગયા. રાકેશનું શરીર હજુ પણ ધ્રુજતું હતું અને કંઈ ભાનમાં ન હોય તેમ કંઇક બોલતો હતો. ડોક્ટરે તેનો ચેક અપ કરીને ઇન્જેક્શન આપ્યું અને બ્લડ ટેસ્ટ કરવા માટે મોકલ્યું