ભાગ - 9ઘણીવાર એવું થતુ હોય છે કે, આપણે જે વાત જાણવા, કે તે વાતને લઇને આપણાં મનમાં જાગેલી કોઈ શંકાને દુર કરવા કે પછી એનું સમાધાન શોધવા જે તે વ્યક્તિ પાસે જઇએ છીએ, ત્યારે આપણી મનોસ્થિતિ અતીવ્યાકુળ કે પછી આપણે કહીએ છીએને કે, જયાં સુધી હું હકીકત નહીં જાણું ત્યાં સુધી મારો જીવ અધ્ધરજ રહેશે. બસ આમજ અત્યારે ડૉક્ટર શાહનો અને ડૉક્ટર દીપ્તિનો જીવ અધ્ધરજ હતો. અત્યારે બન્ને પુરેપુરા વ્યથિત હોવાં છતાં, રામ જાણે એવી કઈ શક્તિ હતી તે બંનેમાં કે તેઓ પોતાની