સારથિ. Happy Age Home 4

(30)
  • 4.4k
  • 4
  • 1.3k

(માનવના જન્મદિવસની ઉજવણી સારથીમાં ચાલી રહી હતી. બધું શાંત હતું ત્યાં દેવલે મસ્તી કરતા માનવના ચહેરા પર કેક લગાવી અને બદલામાં માનવે પણ દેવલને નીચે પાડી એની ઉપર કેક લગાવી. આજ વખતે મહેંકબેન ત્યાં આવી માનવને જોઈ રહ્યા હતા...)“ઓહ્ માય ગોડ માનવ તું? મને તો એમ કે તું એક શાંત અને વ્યવસ્થિત છોકરો છે!" મહેંકબેન માનવની સામે ઊભા એને જ કહી રહ્યા હતા!મહેક બેન માનવને છેલ્લા છ મહિનાથી જોતા આવ્યાં હતાં અને એમનાં મનમાં માનવની છાપ એક સારા અને શાંત છોકરા તરીકેની હતી. આજે એમનો આખો દિવસ ખૂબ વ્યસ્ત રહેલો. એ થાક્યા પણ હતા. ઘરે જઈને સુઈ જવાની જ ઈચ્છા