પ્રકરણ – 15 કોઈ પણ સ્ત્રીને અપમાનિત કરવાની દિશામાં પગલું લઈ રહેલા દરેક વ્યક્તિએ પોતાના અસ્તિત્વના અંતની તૈયારી રાખવી જ જોઈએ. હવે અનંત પાસે નુપૂર સુધી પહોંચવા માટે ફક્ત 30 મિનિટનો સમય બચ્યો હતો. અનંતને અચાનક જ યાદ આવ્યું કે પેલા અજાણ્યા નંબરથી આવેલા કોલમાં તેને તેની કારની ડેકી ભૂલ્યા વગર તપાસી લેવાનો આદેશ મળ્યો હતો, પરંતુ તે તો પોતાની કાર કિલોમીટરો દૂર પાર્ક કરી ચૂક્યો હતો. તે શક્ય તેટલી વહેલી તકે એરપોર્ટ પર પહોંચવા માટે શક્ય તેટલા મોટા પગલાં લઈ રહ્યો હતો. થોડી મિનિટો પછી તે એરપોર્ટના મેઈન ગેટ પહેલાંના છેલ્લા ચાર રસ્તા પાર કરતી વખતે, ઉતાવળમાં હતો