રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 37

(86)
  • 4.3k
  • 5
  • 1.8k

રુદ્ર ની પ્રેમકહાની ખંડ 2 અધ્યાય-૩૭ રુદ્ર આમને આમ તો આપણાં બધાં સૈનિકો મરી જશે.! પ્રક્ષેપાસ્ત્રમાંથી છોડવામાં આવેલાં ભીમકાય પથ્થરથી બચતાં-બચાવતાં વીરસેને રુદ્રને કહ્યું. રુદ્રને પણ આ વાત સમજાઈ ચૂકી હતી કે જો આવું ને આવું એકાદ ઘડી ચાલુ રહેશે તો એમનાં સૈન્યમાંથી કોઈપણ સૈનિક જીવિત નહીં બચે. આ મુશ્કેલીમાંથી કઈ રીતે છૂટકારો મેળવવો એ અંગે રુદ્ર વિચારી રહ્યો હતો ત્યાં એને પોતાનાં ખિસ્સામાં પડેલાં એ મોતીની યાદ આવી જે ગુરુ ગેબીનાથે એને આપ્યું હતું. આ મોતીની અંદર ત્રણ અગનપક્ષી હતાં જે આ કપરી પરિસ્થિતિમાં પોતાનું રક્ષણ કરવાં સમર્થ નીવડશે એ જાણતાં રુદ્રએ પોતાનાં અંગરખામાંથી ગુરુ ગેબીનાથે આપેલું મોતી નિકાળ્યું.