હસતા રહેવાની તકલીફ

  • 4.1k
  • 1.2k

હસે એનું ઘર વસે! હાસ્ય શ્રેષ્ઠ ઔષધી છે! હસ્તો ચહેરો સૌને ગમે!!! આવા બધા સુભાષિતનો નિરંતર હુમલો થતો જ રહે છે. એમાં કોઈ વાર મારા જેવા ભોળા માણસો મુસીબતમાં મુકાઈ જાય છે.પણ તમને માંડીને સમજાવું. મારું નામ શૈલેષભાઈ છે. પણ લોકો મને સિરિયસભાઈ કહી ને બોલાવે છે.કારણ કે મારું માનવું છે કે માણસમાં ગંભીરતા હોવી જોઈએ.માણસ જો ગંભીર હોય તોજ તેને લોકો મહત્વ આપે. પણ મારા ડોક્ટર આ વાત સાથે સહમત નથી. "જુઓ શૈલેષ ભાઈ, તમારું બ્લડ પ્રેશર હાઈ છે. ભવિષ્યમાં હાર્ટનો પ્રોબ્લેમ પણ થઈ શકે. તમને દવા તો લખી છે, પણ તમે તમારો સ્વભાવ બદલો!" "એટલે?" "એટલે થોડા હસતા