ઉનાનાની કાળજાળ ગરમીમાં આકાશમાંથી આગ વરસતી હતી અને તે આગ ઝીલવા ધરતી નીચે હતી. રસ્તા પર જાણે કર્ફ્યું ના હોય તેવું લાગી રહ્યું હતું .એવામાં હું બપોરે બે વાગ્યે ઓફિસથી ઘરે જવા નીકળ્યો સરદાર નગર પહોચ્યો ત્યારે મેં જોયું તો મારી ગાડીના પાછળના વ્હીલમાં હવા નહોતી મેં ગાડી સાઇડમાં ઉભી રાખી અને આજુ બાજુ જોયું તો એક પણ પંચરની દુકાન ખુલ્લી ના હતી એટલે હું ગાડી દોરીને ત્યાંથી આગળ લઈ ગયો ત્યાંજ એકાદ કિલોમીટર ગાડી દોરીને હું પહોચ્યો ત્યારે નર્મદા ભવન સામે એક પંચરની દુકાન હતી તે જોઇને મને આનંદ આવ્યો કે હાશ હવે પરસેવે નીતરવું નહિ પડે અને અને