દામોદર, દાળ, પાણી - ગઈકાલે અને આજે

  • 2.7k
  • 1
  • 708

લગ્ન વખતના જમણવારમેં નાનપણથી પંગતમાં બેસી જમતા લોકો જોયા છે. કોઈ શુભ પ્રસંગે કે ધાર્મિક ઉત્સવ પર.હવે તો બુફે સીસ્ટીમ ઘણા વખતથી છે. એમાં માત્ર બત્રીસ શાક ને તેત્રીસ પકવાન નહીં, અલગ અલગ વસ્તુઓનાં કાઉંટર્સ પણ હોય છે.વચ્ચે એક સમય એવો આવેલો જેમાં બુફેની ડીશ લઈ લાઈનમાં ઉભવાનું તો ખરું, કાઉંટર્સ પર કુટુંબની વ્યક્તિઓ, મોટે ભાગે યુવતીઓ અને અમુક પર નવયુવકો હોય.તે પછી અમુક વખત એવો આવ્યો જ્યારે ભાડૂતી શણગારેલી કન્યાઓ ઉભતી. સંપૂર્ણ બેકલેસ ચોળી અને પેટ, કમરનો V દેખાય તેમ સાડી પહેરેલી. પણ ગમે તેટલું કરે, કેટરર કામવાળીઓને નવાં ધ્યાનાકર્ષક વસ્ત્રો પહેરાવી ઉભાડી દેતો. પછી મોટે ભાગે લાલ કોટ