તે મોન્ટીની બાહો માં હતી...બંનેની આંખો એકબીજાની આંખોમાં પરોવાયેલી, બન્ને એકબીજાના દિલના વધતા જતા ધબકારાઓ સાંભળી અને મહેસૂસ કરી શકતા હતા. આટલી નજીકથી તેણે રૂપાલી ના મુલાયમ ગાલ અને ગુલાબી હોંઠોને પહેલી વાર જોયા. એની નમણી કાયા પર.. કમર પર મોન્ટીના હાથ જાણે જામી જ ગયા. એકદમ ફિલ્મી સીનની જેમ મોન્ટી એ તેને જમીન પર પડતા તો બચાવી લીધી પણ એ પોતે તેના પ્રેમમાં પડી ગયો.(કચરાંપોતાં વાળા માસી અંદર આયા ને ખોંખારો ખાધો ત્યારે બન્ને જણા અચાનક જ ભાનમાં આવ્યા હોય તેમ એકમેક થી અવળા થયા ને મોન્ટી તેમને કહેવા લાગ્યો..શું માસી ફર્શ ભીનું હોય ત્યારે આ કેબીન નો દરવાજો