બા, હું રેલમંત્રી બનીશ. - અધ્યાય ૪

  • 3.1k
  • 2
  • 1.1k

અધ્યાય ૪ સાડા ત્રણની આસપાસ હું રેલ્વે ઓફિસ પંહોચી ગયો. રેલવેની એ બહુમાળી ઈમારતમાં બહુ ફર્યો, બહુ લોકોને કાર્ડ બતાવ્યુ. પણ આપણા દેશમાં લોકોને જવાબ દેવો એ જીવ દેવા જેવુ લાગે, એટલે મોટાભાગના એ આગળ જવા કહયુ, તો કેટલાકે અંદાજે જવાબો આપ્યા. આખરે થાકીને એક બાંકડા પર જઈને બેઠો. ત્યાંજ સામેના કેબિનમાંથી મિનલ બહાર આવતી દેખાઈ. મને ત્યાં જોતા જ એણે શર્માજીને બૂમ મારી. શર્માજી તરત જ હાજર. "જી, મેડમ સાહેબ." "તમે તમારૂ કામ આજે બરાબર નથી કર્યુ. આ વડીલ મારા પિતા સમાન છે, અને તમે... " એ પછી એ કાંઇ બોલી નહી. એકાદ મિનિટ પછી. "ચાલો કાકા, આપણે ચા-નાસ્તો