સમર્પણ - 9આગળના ભાગમાં જોયું કે રુચિના મનમાં હજુ કોલેજમાં યોજાયેલી ડિબેટ સ્પર્ધાને લઈને અને નિખિલ ઉપર આવેલા ગુસ્સાના કારણે મૂંઝવણો ચાલી રહી હતી. તેને કોલેજ જવાનો પણ મૂડ નહોતો. દિશાએ તેની મૂંઝવણને શાંત કરતાં હકીકત વિશે અવગત કરાવી સમજણ પુરી પાડી. રુચિને પણ તેની મમ્મીની વાત ગળે ઉતરી ગઈ. અને કોલેજ જવા માટે તૈયાર થઈ ગઈ. નિખિલને સ્પર્ધામાં વિજેતા બનવા ઉપર સ્પર્ધાના દિવસે રુચિએ ગુસ્સામાં શુભકામના આપી નહોતી તો આજે કૉલેજમાં નિખિલને શુભકામના આપવા હસતા ચહેરે સામેથી ગઈ, પણ નિખિલે થોડો એટીટ્યુડ બતાવ્યો. અને રુચિના ચહેરાનું હાસ્ય દૂર થતાં ત્યાંથી ચાલી ગઈ. હવે નિખિલ જ્યારે જ્યારે રુચિની સામે આવતો