રાજકારણની રાણી - ૪

(56)
  • 7.5k
  • 3
  • 4.5k

રાજકારણની રાણી ૪ - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૪ સુજાતાએ પોતાના નામની બૂમો પાડયા પછી જતિન સતર્ક થઇ ગયો હતો. સુજાતાના અવાજ પરથી તેને ખ્યાલ આવી ગયો કે તે હવે દસેક પગલાં જ દૂર છે. તેણે મજબૂર થઇ ઉપવસ્ત્ર પહેર્યા વગર ભોજપુરી ગીત પર ડાન્સ કરતી ટીનાના ખુલ્લા બદન પરથી નજર જ નહીં તેની સામેથી આખું શરીર હટાવી લીધું. તે એક પલકારામાં ચાર ડગલા પાછો ફર્યો અને નજીકના ગુલાબના છોડ પાસે ઊભો રહી ગયો. તેણે ગુલાબનું ગુલાબી ફૂલ બંને હાથમાં લીધું. તેમાં ટીનાનો ચહેરો તરવરી ઊઠયો. તેના શરીરમાં ઉત્તેજનાની એક લહેર ફરી ઊઠી. તે બંને હાથથી ગુલાબી ફૂલને મસળવા ગયો