આત્માની અંતિમ ઇચ્છા - ૩

(65)
  • 4.6k
  • 2
  • 2.6k

આત્માની અંતિમ ઇચ્છા-રાકેશ ઠક્કરપ્રકરણ-૩ સપનામાં આવતી મહિલાના મકાનના પારણામાં ઝૂલતી બાળકીનો ચહેરો પોતાના જેવો જોઇને કાવેરી રોમાંચિત અને ઉત્સાહિત થઇ ગઇ હતી. મોરાઇ માએ વર્ષો પછી એની ઇચ્છા જાણી છે. મને પુત્રી થવાની છે એવા સપના એ જોવા લાગી. આજે તે ફરી લોકેશના ઊઠવાની રાહ જોવા માગતી ન હતી. તે આ ઘડીએ જ લોકેશને ખુશખબર આપવા માગતી હતી. તેણે લોકેશને હચમચાવી નાખ્યો. લોકેશ આંખ ચોળતો બોલ્યો:"કાવેરી, શું વાત છે? આટલી વહેલી સવારે મને ઊઠવા ધક્કો કેમ મારી રહી છે?""અરે ધક્કો તો મારા સપનાને એવો લાગ્યો કે મોરાઇ માએ મને મારી થનારી બાળકીની સૂરત બતાવી દીધી. મારું સપનું આજે ઘણું આગળ વધ્યું