આત્મમંથન ૪૩૨ રૂપિયા સત્ય ઘટના . શિયાળા ની સાંજ હતી. અંધારૂ વહેલું થઇ જાય. હું ઓફિસ થી સાંજે ૫.૩૦ છુટી જાઉં. સમાજ સેવિકા છું. જોબ પણ શોખ ખાતર કરું. એક એન.જી.ઓ માં. પહેલે થી ઓફિસ ના ટ્રસ્ટીઓ ને જણાવ્યું હતું કે હું ૨.૩૦ થી ૫.૩૦ સુધી આવીશ. મારું કામ પી.આર.ઓ નું એટ્લે કાંઇ વાંધો ના આવે. ડિસેમ્બર અડધો પૂરો થઇ જવામાં હતો અને ઠંડી પણ શરૂ થઇ ગઇ હતી. ઓફિસ થી નીકળી બહાર રીક્ષા ની રાહ જોઇ ઊભી હતી. પરંતુ આજે રીક્ષા મળતા જરા વધારે વાર લાગી. ૬.૧૫ થઇ ગઇ પણ કોઇ રીક્ષા મારા ઘર તરફ આવવા માગતી ન્હોતી. મારા