પ્રતિશોધ પ્રથમ અંક - 12

(196)
  • 6.6k
  • 7
  • 4.1k

પ્રતિશોધ પ્રથમ અંક ભાગ:12 મે 2002, અબુના, કેરળ સતત પંદર મિનિટ સુધી આકાશમાંથી મોટાં-મોટાં દેડકાઓનો વરસાદ ચાલુ રહ્યો. સૂર્યા અને પંડિત શંકરનાથ દેડકાંઓનાં મારથી બચવા થોડો સમય એક વૃક્ષનો ઓથ લઈને ઊભાં રહ્યાં. જેવો દેડકાંનો વરસાદ અટક્યો એ સાથે જ શંકરનાથ પંડિત સૂર્યાને લઈને હેનરીનાં ઘર તરફ આગળ વધ્યાં. હેનરીનાં ઘરે પહોંચીને તેઓ તુરંત પોતાનો ઉતારો હતો એ રૂમમાં ગયાં અને રૂમને શંકરનાથે અંદરથી બંધ કરી દીધો. રૂમને બંધ કર્યાં બાદ એમને બાથરૂમનો નળ ચાલુ કરી બાથરૂમનો દરવાજો ખુલ્લો રાખ્યો; જેથી પાણી પડવાનાં અવાજમાં એમની અને સૂર્યાની વાત બહાર દરવાજે ઉભેલો કોઈ વ્યક્તિ સાંભળી ના શકે. "દાદાજી, હવે તો એ