દીકરીનો પ્રેમ

(11)
  • 3.1k
  • 1.1k

એક શહેરમાં અમિતભાઇ અને તેના પત્નિ શીલા રહેતા હતા અને તેને સુંદર મજાનું મોટુ ઘર હતુ આ બન્નેના થોડા સમય પહેલા નવા નવા લગ્ન થયા હતા. આ બન્ને શહેરમા સુખેથી જીવન વીતાવતા હતા અને મજાની વાતતો એ હતી કે આ બન્ને લોકોનો પ્રેમ પણ એવો જ હતો. જયારે અમિતભાઇ કામ જતાં ત્યારે શીલા દરવાજો પકડી ઉભી જતી અને તે દુર સુધી પહોચી ગયા હોય તો પણ તે જોયા કરતી. સાંજના સમયે પણ કાંઇક આવુ જ બનતું અને શીલા ફરીથી દરવાજો પકડીને ગોઠવાઇ જતી અને પોતાના પતિના આવવાની રાહ