અંગત ડાયરી - બ્રેક

  • 4.7k
  • 1.6k

અંગત ડાયરી ============શીર્ષક : બ્રેક લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલલખ્યા તારીખ :૧૪, જૂન ૨૦૨૦, રવિવાર ગૅરેજવાળા કારીગર મિત્રે હોન્ડાની બ્રેક ચેક કરતા કહ્યું “બ્રેક જો જોરદાર હોય તો ગાડી વધુ ભાગે.” પ્રથમ દ્રષ્ટિએ સરળ-સાદું લાગતું વાક્ય થોડી જ ક્ષણોમાં મને આશ્ચર્ય જનક અને વિરોધાભાસી લાગ્યું. બ્રેક જો જોરદાર હોય તો તો ગાડી ભાગતી અટકે. બ્રેકનું કામ ગાડી અટકાવવાનું છે, જયારે કુશળ કારીગર કહેતો હતો કે બ્રેક સારી હોય તો ગાડી વધુ ભાગે. તમે બ્રેક વગરની ગાડી ચલાવી જોજો. ભગાવી નહીં શકો. જો બ્રેક વગરની ગાડી ભગાવશો તો એક્સિડેન્ટનો ખતરો છે. ગાડી ભગાવવા માટેની પહેલી શરત એ કે બ્રેક જોરદાર