વેધ ભરમ - 4

(179)
  • 11.6k
  • 8
  • 7.1k

હેમલે દર્શન વિશે પ્રારંભીક માહિતી આપી અને કહ્યું “આ બધી ઓફિસીયલ માહિતી છે.” આ સાંભળી રિષભે કહ્યું “હા તો હવે અનઓફિસીયલી માહિતી પણ જણાવો કદાચ એ જ આપણા માટે વધારે કામની બની શકે.” આ સાંભળી હેમલે કહ્યું “મને અંદરથી એવી માહિતી મળી છે કે આ દર્શન જરીવાલ આપણા મહેસૂલ મંત્રીનો બિઝનેસ પાર્ટનર છે. મહેસૂલ મંત્રીનું ક્યાંય તેમા નામ નથી પણ મોટા ભાગના બિઝનેસમાં તેનો હિસ્સો છે.” આ સાંભળી રિષભના ચહેરા પર સ્મિત આવી ગયુ અને તે મનોમન બોલ્યો “સેક્સી પાસેથી પણ આજ વાત જાણવા મળેલી. સેક્સીનું નેટવર્ક પણ જોરદાર છે.” પછી રિષભને ખ્યાલ આવ્યો કે હેમલ તેની સામે જોઇ રહ્યો