અડધીરાતના સુમસાન રસ્તા પર રચિત મધ્યમ ગતિએ કાર ચલાવી રહ્યો હતો. ઉર્વા બાજુમાં જ બેસીને કારની બારીમાંથી અનંત અંધકારને માણી રહી હતી. આટલા અંધકારમાં પણ તે બેનમુન જ લાગતી હતી. આજનો દિવસ બહુ લાંબો ગયો હતો તેનો. મયુરીબેનનું આવવું, કહાનનું આવવું અને મનસ્વી સાથે ઉર્વીલને જોવું... એક દિવસમાં ઘણી ઘટનાઓ બની ગઈ હતી. બધી લાગણીઓનો ભાર તેના મસ્તિષ્ક વાટે તેની આંખો પર વર્તાઈ રહ્યો હતો. વારંવાર તેના પોપચા બીડાઈ રહ્યા હતા. “ઊંઘ આવતી હોય તો સુઈ જા. આમ પણ આપણે થોડીવારમાં ફલેટે પહોંચી જ જઈશું.” ઉર્વાની આંખોથી ડોકિયા કરતી ઊંઘને જોઇને રચિતે કહ્યું. “ના... આ તો જસ્ટ બહુ ટાઈમ થઇ