રાઈટ એંગલ પ્રકરણ–૪૦ કશિશ પહેલાં માળે પહોંચી ગઇ હતી. એ ઊભી તો ન રહી પણ એણે ઘીમી પડી, કૌશલ ઝડપથી દાદર ઊતરીને એની સાથે થઇ ગયો, ‘બોલ શું કામ છે?‘ કશિશે હવે સીધું જ પૂછી લીધું. ઉંદર–બિલાડીની રમત રમવી એના સ્વભાવમાં ન હતું. કશિશ સીધી રીતે આમ પૂછી લેશે તે એની કલ્પના બહારની વાત હતી. તેથી કૌશલ હેબતાય ગયો. એણે ધાર્યું ન હતું કે કશિશ ક્યારની એને વાત કરવા માટે ટટળાવી રહી છે તે સાવ અચાનક વાત કરવા માટે સહમત થઇ જશે. ‘બસ..કંઇ નહી...હું તને ફોન કરી શકુ?‘ જે કહેવું હતું તે વાત મનમાં દબાઇ ગઇ અને સાવ બાઘાં જેવો