HELP - 6

  • 2.8k
  • 1.1k

પ્રકરણ ૬- જેસિકા દિવાન સિગ્નલ ખૂલી ગયું હતું.પાછળથી ર્હોન વાગવા શરૂ થઇ ગયા હતા. બેલા ના પગ રસ્તા સાથે જ જોડાઈ ગયા હતા, મહા મહેનતે તેણે વિચારો ખંખેરી એકટીવા સાઈડમાં લીધું. ‘હું શું કરું ? હું શું કરી શકું ? ઓહ, ભગવાન ! આજે બેંગ્લોરમાં ચોક્કસ કંઈ થવાનું છે !કોલેજ પહોંચી નિંરાતે જ કંઈક કરી શકાશે. કોલેજ પહોંચી બેલાએ આસ્થાને જણાવ્યું કે આજના બધા જ લેક્ચર તુ ભરી દેજે અને જે કઈ નોટ મળે તે લખી લેજે. મારે લાઇબ્રેરીમાં થોડું કામ છે. લાઇબ્રેરીમાં પહોંચીને તેણે મોબાઇલમાં બેંગ્લોરના તમામ દૈનિક અખબાર પત્ર ખોલ્યા. એણે મનોમન સાયબર દુનિયાનો અને ગુગલનો આભાર માન્યો.